નમસ્તે ખેડૂત ભાઈઓ! આપણી ચોમાસુ મગફળી ની ખેતી અત્યારે ખેતરમાં લહેરાઈ રહી છે. પણ આ સમયે દરેક ખેડૂતના મનમાં એક જ મૂંઝવણ હોય છે: "આ સમયે મગફળીના પાકમાંથી જમીન કે પાકને નુકસાન કર્યા વગર ૨૦ મણના બદલે ૨૨ થી ૨૪ મણ જેવું વધુ ઉત્પાદન કેવી રીતે મેળવવું?" આજે આપણે બહુ જ સરળ અને આપણી દેશી ભાષામાં સમજીશું કે મગફળી ૨૦ થી ૪૦ દિવસની થાય ત્યારે કયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, કઈ ભૂલોથી બચવું જોઈએ અને કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકના માધ્યમથી ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધીને કેવી રીતે મોટો ફાયદો મેળવી શકાય. ૧. સૌથી મોટી ભૂલ: શું અત્યારે મગફળીમાં યુરિયા (Urea) આપવું જોઈએ? ઘણા ખેડૂત ભાઈઓ આ સમયે પાકને લીલોછમ કરવા યુરિયા નાખી દે છે, પણ આ બહુ મોટી ભૂલ છે! કેમ યુરિયા ન આપવું? જ્યારે મગફળી ૨૦ થી ૩૦ દિવસની થાય, ત્યારે તેના મૂળમાં ઝીણી-ઝીણી 'મૂળ ગંડિકાઓ' (Root Nodules) બનવાનું શરૂ થાય છે. આ ગંડિકાઓમાં રાઈઝોબિયમ (Rhizobium) નામના ઉપયોગી બેક્ટેરિયા હોય છે, જે હવામાંથી નાઈટ્રોજન ખેંચીને મગફળીના છોડને મફતમાં આપે છે. નુકસાન: જો તમે બહારથી રાસાયણિક યુરિયા આપશો, તો આ કુદરતી બેક્ટેરિયા કામ કરતાં બંધ થઈ જશે અથવા નાશ પામશે. જેમ આપણું body વધુ ખોરાક લેવાથી બગડે, તેમ વધુ નાઈટ્રોજનથી છોડ પણ બગડે છે. અપવાદ: જે ખેડૂતોને માત્ર પશુપાલન માટે 'ચારો' (લીલો પડવાસ) જ જોઈએ છે, તે યુરિયા વાપરી શકે. પણ જેમને મગફળીના દોડવા (પોપટા) અને બેસ્ટ ગુણવત્તાનું ઉત્પાદન જોઈ તું હોય, તેમણે અત્યારે યુરિયા બિલકુલ ન નાખવું. ૨. ખેડૂતોની દુવિધા: તો પછી અત્યારે કયા બેક્ટેરિયા અને ખાતર આપવા? આપણે વાવણી વખતે જે ખાતરો આપ્યા હતા, તે ચોમાસાના વરસાદને કારણે ઘણીવાર જમીનમાં 'સુષુપ્ત અવસ્થા'માં (એટલે કે સૂઈ ગયા હોય તેમ) જતા રહે છે. આ ખાતરોને ઓગાળીને છોડના મૂળ સુધી પહોંચાડવા માટે આપણે જમીનમાં લાઈવ બેક્ટેરિયા ઉમેરવા પડે. આ માટે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક (જે એક જાણીતા ગુજરાતમાં ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉત્પાદક છે) નું હરે કૃષ્ણ – માઇક્રોબિયલ કન્સોર્ટિયા બાયો ફર્ટિલાઇઝર્સ બેસ્ટ સોલ્યુશન છે. રાઈઝોબિયમ (Rhizobium): હવામાંથી નાઈટ્રોજન લાવીને આપે છે. PSB (ફોસ્ફરસ સોલ્યુબિલાઈઝિંગ બેક્ટેરિયા): જમીનમાં બંધાઈ ગયેલા ફોસ્ફરસને ઓગાળી છોડને આપે છે. સલ્ફર બેક્ટેરિયા: જમીનમાં રહેલા સલ્ફરને ઓગાળીને છોડ માટે ઉપયોગી બનાવે છે. સમજો આનું ઉદાહરણ: આપણી પાસે ઘરમાં અનાજનો સ્ટોક પડ્યો હોય, પણ જો રસોઈ બનાવનાર ન હોય તો ભૂખ્યા રહેવું પડે. આ બેક્ટેરિયા રસોઈયા જેવું કામ કરે છે, જે જમીનમાં પડેલા ફર્ટિલાઇઝરના પોષક તત્વો ને ઓગાળી છોડને જમાડે છે અને વધુ ઉત્પાદન આપે છે. ૩. માઈકોરાઈઝા (Mycorrhiza) કેમ જરૂરી છે? (ગાડીના બે ટાયર જેવી જોડી) જેમ કોઈ ગાડી એક ટાયર પર ન ચાલી શકે, તેને સ્મૂથ ચલાવવા બંને ટાયર સરખા જોઈએ; બરાબર તેમ જ મગફળીના મૂળ અને માઈકોરાઈઝા ની જોડી છે. માઈકોરાઈઝા એક મિત્ર ફૂગ છે જે મગફળીની મૂળ ગંડિકા સાથે એક થઈને જોડાઈ જાય છે. તે જમીનમાં દૂર-દૂરથી પોષક તત્વો અને પાણી ખેંચી લાવે છે અને છોડમાં કુદરતી હોર્મોન્સ તૈયાર કરે છે. આનાથી: મગફળીના મુખ્ય મૂળિયા એકદમ મજબૂત થાય છે. દાણામાં તેલની ટકાવારી વધે છે. મગફળીના દોડવાનું વજન અને કદ વધે છે. ૪. દિવસ પ્રમાણે ખાતરનું પાકું આયોજન: સમય / અવસ્થા ઉપયોગ કરવાની રીત વાવણી પહેલા જમીન ઓરવાણ વખતે દરેક નાળામાં હરે કૃષ્ણનું દ્રાવણ બનાવી ૨૦૦ લીટર પ્રતિ એકર આપવું, જેથી જમીન પોચી અને ભરભરી બને છે. પાયાના ખાતર મગફળીમાં પાયાના ખાતર તરીકે ડૉ. ભૂ સમૃદ્ધિ ગોલ્ડ ૨૭ કિલો – ૧ થી ૨ બેગ, ડૉ. ભૂમીરાજ ૫૦ કિલો – ૧ થી ૨ બેગ, ડૉ. ભૂ સમૃદ્ધિ ૫૦ કિલો – ૫ થી ૬ બેગ અને ડૉ. સારથી ૫૦ કિલો – ૧ બેગ પ્રતિ એકર આપવું. ૧૫-૨૦ દિવસે મૂળની વૃદ્ધિ માટે ૨૦૦ લીટર પાણીમાં ડૉ. માયકોરૂટ ૧૦૦ ગ્રામ અને ડૉ. પુણ્યમ ૧ લીટર મિક્સ કરી, ડ્રિપ દ્વારા કે ટુવા દ્વારા પ્રતિ એકર આપવું. ૩૦-૩૫ દિવસે ડૉ. યુનિટેક ૬૦ મિલી + ડૉ. ફંગસ્ટાર ૬૦ મિલી + ડૉ. કાશમોરા ૧૦ મિલી મિક્સ કરી છંટકાવ કરવો. ૫૦-૫૫ દિવસે ડૉ. કાશમોરા ૧૦ મિલી + ડૉ. પુણ્યમ ૬૦ મિલી + ડૉ. તેજસ ૧૦૮ – ૭૦ ગ્રામ મિક્સ કરી છંટકાવ કરવો. ૬૫-૭૦ દિવસે ડૉ. યુનિટેક ૬૦ મિલી + ડૉ. ફંગસ્ટાર ૬૦ મિલી + ડૉ. સુવર્ણ ૫૧ – ૫૦ મિલી / ડૉ. પોટાશ ૩૬૯ – ૧૫ ગ્રામ મિક્સ કરી છંટકાવ કરવો. મુંડા નો ઉપદ્રવ હોય ત્યારે જમીનમાં ભેજ હોય ત્યારે ડૉ. ભૂ-સમૃદ્ધિ વિઘે – ૧ બેગ લઈ તેમાં ડૉ. મહાકાલ વિઘે – ૫૦૦ ગ્રામ મિક્સ કરી છાંટી દેવું. ૫. પીળાશ અને પાન દાઝવાની સમસ્યા? મેગ્નેશિયમ અને સલ્ફરનો જાદુ ઘણા ખેડૂતો ફરિયાદ કરે છે કે મગફળીના પાંદડા પીળા પડી જાય છે અથવા કિનારીઓથી દાઝી જાય છે. રસોઈનું ઉદાહરણ: આપણે શાકમાં બધા જ મસાલા નાખીએ પણ જો મીઠું (નમક) નાખવાનું ભૂલી જઈએ તો સ્વાદ આવતો નથી. બસ, આ જ રીતે પાકમાં મેગ્નેશિયમ (Magnesium) નું કામ છે. છોડને ભલે ૨% મેગ્નેશિયમ જોઈએ, પણ જો એ ન મળે તો પાક પીળો પડી જાય. ઉકેલ: આ પીળાશ દૂર કરવા માટે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક નું અમૃત દ્વાવણ વાપરવું, જે પાકને જરૂરી મેગ્નેશિયમ અને અન્ય સૂક્ષ્મ તત્વો પૂરા પાડે છે. જો જમીનમાં ઓર્ગેનિક ખાતર કે બેક્ટેરિયા ન હોય, તો તમે ગમે તેટલું સલ્ફર નાખશો તો પણ રિઝલ્ટ નહિ મળે. અમૃત દ્વાવણ બનાવવાની રીત: કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક દ્વારા ખેડૂતોને જૈવિક અને ખૂબ જ સારા પરિણામ આપતા ઉત્પાદનો બનાવવામાં આવે છે, જેથી જમીનની ફળદ્રુપતામાં ખૂબ જ વધારો થાય છે અને ટૂંકા સમયમાં વધુ ઉત્પાદન મળે છે. આ ઉપરાંત, માત્ર ૧૨ કલાકમાં જ આ દ્રાવણ તૈયાર થઈને અમૃત બની જાય છે. મિશ્ર ખેતી કરતા ખેડૂતો માટે ખૂબ જ સરળ અને જૈવિક રીતે વાણું તથા જમીનનું અમૃત બનાવવાની સરળ પદ્ધતિ : સામગ્રી : ૨૦૦ લીટર પાણી + ૨ કિલો કાળો ગોળ + ૫ લીટર ખાટી છાસ + ૧ લીટર ડૉ. યુનિટેક + ૧ લીટર ડૉ. ફંગસ્ટાર + ૧ લીટર ડૉ. પુણ્યમ અથવા ખાટી છાસ અને ગોળની બદલીમાં ડૉ. મંથન (૩૦૦ ગ્રામ) એડ કરવું. આ બધું મિક્સ કરી ૧૨ થી ૨૪ કલાક સુધી રહેવા દેવું. ત્યારબાદ બીજા દિવસે ડ્રિપમાં અથવા છંટકાવ દ્વારા આ સંપૂર્ણ દ્રાવણનો ઉપયોગ કરવો. ૬. છેલ્લી આંતરખેડ (ચીલા/ડેલી હાંકતી વખતે) અને પોટાશ ડૉ. યુનિટેક + ડૉ. તેજસ + ડૉ. સુવર્ણ ૫૧ : જ્યારે તમે મગફળીમાં છેલ્લી ડેલી કે ચીલા હાંકવાના હોવ, ત્યારે આ દ્રાવણનો ઉપયોગ કરવાથી છોડના મૂળ મજબૂત બને છે, છોડની વૃદ્ધિ સારી થાય છે અને દોડવામાં દાણો મોટો તથા ભરાવદાર બને છે. ડૉ. પોટાશ - ૩૬૯ ખાતર: મગફળીમાં દાણો ભરાવવા અને વજન વધારવા માટે પોટાશ ખૂબ મહત્વનું છે. આ આખી પ્રક્રિયાના ૮ થી ૧૦ દિવસની અંદર જ પોટાશ ખાતર જમીનમાં આપી દેવું જોઈએ. ઓર્ગેનિક ખેતી: જમીન પણ બચશે અને ઉત્પાદન પણ વધશે રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી આપણી જમીન ધીમે ધીમે કડક અને નિષ્ક્રિય બનતી જાય છે. ઓર્ગેનિક ખેતીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. જો આપણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખીને લાંબા સમય સુધી સારો અને ગુણવત્તાયુક્ત પાક મેળવવો હોય, તો જમીનમાં ઓર્ગેનિક બેક્ટેરિયા અને ઓર્ગેનિક છોડ વૃદ્ધિ પ્રોત્સાહકોનો ઉપયોગ વધારવો જરૂરી છે. કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક ના ઓર્ગેનિક ઉત્પાદનો અપનાવો, મગફળીનો પાક તંદુરસ્ત બનાવો અને આ વર્ષે ૨૦ મણના બદલે ૨૨ થી ૨૪ મણનો રેકોર્ડતોડ ઉતારો મેળવો!