ચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ

ચોમાસુ મગફળી ની જૈવીક ખેતી પદ્ધતિ

ચોમાસુ મગફળી માં પાયાના ખાતર  

સારું કોહવાયેલું છાણીયું ખાતર, દિવેલી ખોળ ૫૦ કિલો/વીઘે, લીંબોળી ખોળ ૫૦ કિલો/વીઘે ,ખાવાનો ચૂનાનો પાવડર ૧ કિલો/વીઘે

મગફળી બિયારણ ની પસંદગી

ચોમાસા માટે ભારે વરસાદવાળા વિસ્તારમા વેલડી-જીઍયૂજી: ૧૦, જીજી: ૧૧, જીજી: ૧૨, જીજી: ૧૩,મધ્યમ વરસાદવાળા વિસ્તારમા અર્ધવેલડી જીજી ૨૦. જીજી ૨૨,ઓછા વરસાદવાળા વિસ્તાર માટે ઉભડી જાતો પસંદ કરવી-ઉભડી: જે: ૧૧, જીજી: ૨, જીજી: ૫, જીજી: ૭; ટીજી -૩૭.આ જ રીતે ભારે કાળી જમીનમાં વેલડી, મધ્યમ કાળી જમીનમા અર્ધ વેલડી અને ગોરાડુંથી રેતાળ જમીનમાં ઉભડી મગફળી વાવેતર માટે પસંદ કરવી.

બિયારણ નો દર

અર્ધવેલડી માટે ૨૦-૨૫ કિલો /વીઘે અને ઉભડી માટે ૨૫-૩૦ કિલો/વીઘે બિયારણ નો દર રાખવો

બીજ માવજત

મુંડા(ડોળ/ધૈણ),ઉધઈ અને જમીન જન્ય કાળી ફૂગ ના નિયત્રંણ માટે ડો વિટો પ્લસ દવાનું પ્રમાણ-20 કિલો દાણા માટે 60 મિલી  લેવું,250-300 મિલી પાણી લઈ દવા જોડે મિક્ષ કરી પછી પટ આપવો.પટ આપ્યા બાદ દાણા છાંયડે કંતાન પર સૂકવવા બરાબર સુકાઈ ગયા પછી વાવેતર માં ઉપયોગ કરવો.

વાવણી પદ્ધતિ

જો પિયત ની સગવડ હોય તો, વહેલી વાવણી મે મહિના ના છેલ્લા અઠવાડીયામાં અથવા જૂન મહિના ના પ્રથમ અઠવાડીયામાં કરવી. જો ના હોય તો વાવણી લાયક વરસાદ થયે વાવેતર કરવું. તંદુરસ્ત અને સારા વિકાસ માટે ઉભડી જાતો 45 X 10 સેમીના અંતરે અને અર્ધવેલડી / વેલડી જાતો 60 X 10 સેમીના અંતરે વાવવી.મૂળના કોહવારાનો ઉપદ્રવ ઓછો કરવા, 2 ઇંચથી વધારે ઊંડું બીજ વાવવું નહીં, આંતરખેડ વખતે છોડ ને નુકસાન ના થાય તેનું ધ્યાન રાખવું.

મગફળી માં પાક માં ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ માત્ર ૧૦૦ રૂપિયાના ખર્ચ માં તૈયાર મળે છે જે ઓરવણ કરતી વખતે પાણી સાથે વાવેતર પહેલા અને વાવેતર થઇ ગયા પછી૩-૪ વાર  સ્પ્રેય દ્વારા અથવા પાણી સાથે આમ બંને રીતે ૧ એકર માં ૨૦૦ લીટર ડૉ. ઉર્જા એકટીવેટર 182 નું દ્રાવણ આપવું.જેથી જમીન પોચી,ભરભરી,તંતુમુળ નો સારો વિકાસ,જમીન માં રહેલ ફૂગ અને જીવાત ના ઈંડા ને નિષ્ક્રિય કરે છે.અને વરસાદના ખેંચની સમયમાં છોડને વિકટ સમયમાં ટકી રેહવાની ક્ષમતા આપે છે.

પિયત 

આમતો મગફળીનો પાક વરસાદ આધારીત છે પણ વરસાદ લાંબો ખેંચાય તો પિયત આપવું જોઇએ. પાકમાં ફુલ બેસવાની, શીંગો બનવાની અને દાણા બેસવાની અવસ્થાએ જમીનમાં પુરતું ભેજ હોવું જરુરી છે નહીંતર ઉતારા પર માઠી અસર થાય છે અને ઉત્પાદન ઓછું મળે છે.

પાકને વાવણી પછી 45 દિવસ સુધી નિંદામણ મુક્ત રાખવો. આ માટે બે આંતરખેડ 25 અને 35 દિવસે કરવી

મગફળી પીળી પડવી અને પાકમાં પાન પીળા પડવાની સમસ્યા ઘણી વાર જોવા મળે છે. આના નિયંત્રણ માટે અમૃત દ્રાવણ નો છંટકાવ કરવો.

વધુ ઉત્પાદન અને રોગ નિયત્રંણ

ચોમાસુ મગફળી ના પાક માં સારા ઉત્પાદન માટે અને સફેદ અને કાળી ફૂગ,ટિક્કા,ગેરુ ના નિયત્રંણ માટે અમૃત દ્રાવણ ૨૦-૪૫-૬૫ દિવસે ત્રણ વાર છંટકાવ માં આપવું.

અમૃત દ્રાવણ બનાવવાની રીત –

૨૦૦ લીટર પાણી ,૧ લીટર ડો યુનિટેક ,૧ લીટર ડો ફંગસ્ટાર ,૫ લીટર ખાટી છાશ, ૨ કિલો કાળો દેશી ગોળ.આ બધી વસ્તુ મિક્ષ કરી ૨૪ કલાક રેવા દેવું.પછી આ દ્રાવણ માં થી સીધો પંપ ભરી છંટકાવ માં ઉપયોગ લઇ શકાય.

વધુ પડતું નાઇટ્રોજનયુક્ત ખાતર આપવાથી વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને ઉત્પાદન ઘટે છે, ખોટો ખર્ચ નિવારવા પૂર્તિ ખાતરો ના આપવા

સારા ફૂલ માટે અને શિંગોના સારા વિકાસ માટે વાવણીના ૪૫ અને ૬૫ દિવસે ડો કાશમોરા ૫ મિલી/૧૫ લીટર પંપ માં નાખી ને અમૃત દ્રાવણ ની સાથે છંટકાવ કરવો.

જીવાત નિયત્રંણ

ચોમાસુ મગફળી ના પાક માં લીલી,કાબરી,લશ્કરી ઈયળ ના નિયત્રંણ માટે ડો બ્રહ્મોસ ૬૦ મિલી/15 લીટર પંપ માં નાખી ને છંટકાવ કરવો .મગફળી ૩૫-૪૦ દિવસ ની હોય ત્યારે એ સમય દરમિયાન અમાસ/પૂનમ હોય ત્યારે છંટકાવ કરવાથી ખુબ જ સારું પરિણામ મળે છે.આ દવા અમૃત દ્રાવણ નો બીજો સ્પ્રેય કરતા હોય ત્યારે પણ કરી શકાય.

મગફળી ના પાક માં ચુસીયા જીવાતો જેમ કે મોલોમછી,સફેદમાખી,લીલી પોપટી,કથીરી ના નિયત્રંણ માટે ડો અગ્નિ ૬૦ મિલી/૧૫ લીટર પંપ નાખી ને છંટકાવ કરવો.

ખેતી વિશે વધુ માહિતી માટે અમારો સંપર્ક કરો .

જૈવીક ડીજીટલ ખેતી ની ખાસિયત

?દરેક ફોટા ઉપર ક્લિક કરવાથી ખેડુત અનુભવ ના વિડિઓ અને ખરીદી ની લિંક ઉપર ક્લિક કરવાથી ઓનલાઇન ખરીદી કરી શકશો.

☝?સોશિયલ મીડિયા ના બધાજ ગ્રુપ એકજ આંગળી ના ટેરવે.

??‍♂️ભારતીય સંસ્કૃતિ અને જૈવિક ખેતી ની સારી ફાઈલ એકજ જગ્યાએ. ફ્રી માં ડાઉનલોડ કરો.

? ફોટો અને વિડિઓ દ્વારા માર્ગદર્શન.

https://bit.ly/2TDYVRd

આપના બીજા ગ્રુપ માં આ ??લિંક સેન્ડ કરશો જેથી બીજા મિત્રો પણ આ નવીન ટેકનીક નો ઉપયોગ કરી શકે.

જય જવાન…જય કિસાન

Related blogs