ભારત ના પ્રત્યેક ખૂણામાં ચીન માટે રોષ વ્યાપી રહ્યો છે- સ્વાભિમાની ભારત

ભારત ના પ્રત્યેક ખૂણામાં ચીન માટે રોષ વ્યાપી રહ્યો છે- સ્વાભિમાની ભારત

વાત આજે ભારતના સ્વાભિમાનની કરવાની છે. આજે ભારત ના પ્રત્યેક ખૂણામાં ચીન માટે રોષ વ્યાપી રહ્યો છે. 2 દિવસ પહેલા આપણા દેશના 20 જવાનો જે સરહદ પર શહીદ થયા છે. મિત્રો જ્યારે જયારે આવી ઘટના બને છે ત્યારે આપણી અંદર રહેલો દેશ માટેનો ભક્તિભાવ માત્ર 2 ચાર કે 5 દિવસ માત્ર ચીન ની વસ્તુનો બહિષ્કાર દ્વારા કરીયે છીએ. જ્યારે દિવસ રાત આપણા જવાનો બુલેટ થી દેશનું રક્ષણ કરતા હોય તો.શુ આપણી ફરઝ નથી કે વોલેટ (ખરીદી) માં ચીન ની વસ્તુનો હંમેશા માટે કાયમી બહિષ્કાર કરીયે. અને આ મેસેજ ની શરૂઆત માત્ર સામાન્ય માણસો થી નહી પણ મોટા મોટા સેલિબ્રિટી જે નો ચાહક વર્ગ લાખો ભારતના યુવાઓ છે જે ચીન સારી રીતે સમજે છે. ચાઈના ની વિવો અને ઓપો બ્રાન્ડ ના સૌથી મોટો વિરોધ સેલિબ્રિટીઝ થી કરીયે જેથી દેશ લેવેલ એક આંદોલન ઉભૂં થાય.

 

 

આપણે ખેતી ની 90 ટકા દવાના ટેક્નિકલ ચાઈના થી આયાત કરવામાં આવે છે અને આ ઝેર આપણી જમીનોને બંઝર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવિ રહ્યા છે. શુ મિત્રો આની સામે આપણી પાસે કોઈ વિકલ્પ નથી ? શુ આપણી એટલી બધી મજબૂરી છે કે જો આ કેમિકલ ના વાપરીએ તો શુ ખેતી કરવી અશક્ય છે ? શું 50 વર્ષ પહેલાં જ્યારે આટલા ઝેરી કેમિકલ નહોતા તો શું ભારતમાં ખેતી ન્હોતી થતી…કદાચ મિત્રો સાચો ઇતિહાસ આપણને ભણવામાં નથી આવ્યો..

<a rel="noreferrer noopener" href="https://www.youtube.com/watch?v=cr__cW3sf4E" target="_blank">https://www.youtube.com/watch?v=cr__cW3sf4E</a>

વાસકો દ ગામા જયારે ગોવાના બંદરે થી ભારત માં જ્યારે આવયો ત્યારે ગોવા ના બંદરે થી મરી મસાલા ની નિકાસ જોઈ સ્તબ્ધ થઈ ગયો અને ત્યાર પછી ભારત પર રાજ કરવા માટે નું આયોજન બનાવ્યું.એ વખતે જો આટલી નિકાસ હતી તો આજે અન્ય ક્ષેત્રો માં પાછળ કેમ?? મિત્રો આપણા સૌના માટે ગર્વ ની બાબત એ છે કે સજીવ ખેતી ના અભિયાન માં કામા ઇન્ટરનેશનલ ઓર્ગનીક છેલ્લાં 6 વર્ષથી 100% સ્વનિર્ભર કંપની આપણે ઉભી કરી છે..જેનો ઉદ્દેશ માત્ર પૈસા.કમાવવા નઈ પરંતુ નિત નવા સંશોધન કરી જૈવિક ખેતી માં ખેડૂતો ને પડતી મુશ્કેલીઓ નું સમાધાન આપવાનું છે…જ્યારે કેમિકલ દવા ની કંપની આજે પણ પોતાની દવા ના ટેક્નિકલ માટે 90% ચીન પર આધાર રાખવો પડે છે…જે જમીન,પર્યાવરણ અને માણસ બધા ને માટે ઝેર સમાન છે.

આપણાં સૌની ફરઝ છે કે આપણે સૌ એક કદમ સજીવ ખેતી તરફ વાળીયે…સાથે દેશના હિતોનું રક્ષણ થાય એવા કર્યો કરીએ જેથી દેશ એક નવી દિશા તરફ આગળ.વધે…

 

મિત્રો મારી આ વાત તમારા દિલને ગમી હોય તો દરેક ગ્રુપ માં દિલ થી શેર કરશો…જેથી દરેક લોકોની પાસે અવાજ પોહચે…

 

જય જવાન જય કિસાન

ડો.પલકેશ પટેલ

Related blogs