There is growing anger against China in every corner of India - Self-respecting India

ભારત ના પ્રત્યેક ખૂણામાં ચીન માટે રોષ વ્યાપી રહ્યો છે- સ્વાભિમાની ભારત

આજે ભારતની આત્મ-સન્માનની વાત કરવાની છે. આજે ભારતના દરેક ખૂણે ચીન પ્રત્યે ગુસ્સો ફેલાઈ રહ્યો છે. બે દિવસ પહેલાં આપણા દેશના 20 સૈનિકો સરહદ પર શહીદ થયા છે. મિત્રો, જ્યારે આવી ઘટના બને છે ત્યારે આપણી અંદર રહેલો દેશ માટેનો ભક્તિભાવ માત્ર 2, 4 કે 5 દિવસ માટે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરીને દર્શાવીએ છીએ. જ્યારે આપણા સૈનિકો દિવસ-રાત ગોળીઓથી દેશનું રક્ષણ કરતા હોય ત્યારે, શું આપણી ફરજ નથી કે આપણે હંમેશા માટે ચીની વસ્તુઓનો વોલેટ (ખરીદી) માંથી કાયમી બહિષ્કાર કરીએ. અને આ સંદેશની શરૂઆત માત્ર સામાન્ય લોકોથી નહીં, પરંતુ મોટા મોટા સેલિબ્રિટીઓથી થવી જોઈએ, જેમના ચાહક વર્ગમાં લાખો ભારતીય યુવાનો છે, જેને ચીન સારી રીતે સમજે છે. ચાઈનાની વિવો અને ઓપો બ્રાન્ડનો સૌથી મોટો વિરોધ સેલિબ્રિટીઝથી કરીએ જેથી દેશવ્યાપી આંદોલન ઉભું થાય.

 

 

આપણે ખેતીની 90 ટકા દવાના ટેક્નિકલ ચીનથી આયાત કરીએ છીએ અને આ ઝેર આપણી જમીનોને બંજર કરવામાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે. શું મિત્રો, આની સામે આપણી પાસે કોઈ વિકલ્પ નથી? શું આપણી એટલી બધી મજબૂરી છે કે જો આ કેમિકલ ના વાપરીએ તો શું ખેતી કરવી અશક્ય છે? શું 50 વર્ષ પહેલાં જ્યારે આટલા ઝેરી કેમિકલ નહોતા, તો શું ભારતમાં ખેતી નહોતી થતી... કદાચ મિત્રો, સાચો ઇતિહાસ આપણને ભણવામાં નથી આવ્યો.

<a rel="noreferrer noopener" href="https://www.youtube.com/watch?v=cr__cW3sf4E" target="_blank">https://www.youtube.com/watch?v=cr__cW3sf4E</a>

વાસ્કો દ ગામા જ્યારે ગોવાના બંદરેથી ભારતમાં આવ્યો ત્યારે ગોવાના બંદરેથી મરી-મસાલાની નિકાસ જોઈને સ્તબ્ધ થઈ ગયો અને ત્યાર પછી ભારત પર રાજ કરવા માટેનું આયોજન બનાવ્યું. એ વખતે જો આટલી નિકાસ હતી તો આજે અન્ય ક્ષેત્રોમાં પાછળ કેમ? મિત્રો, આપણા સૌના માટે ગર્વની બાબત એ છે કે સજીવ ખેતીના અભિયાનમાં કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક છેલ્લાં 6 વર્ષથી 100% સ્વનિર્ભર કંપની આપણે ઊભી કરી છે. જેનો ઉદ્દેશ્ય માત્ર પૈસા કમાવવા નહીં પરંતુ નિત નવા સંશોધન કરી જૈવિક ખેતીમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓનું સમાધાન આપવાનું છે... જ્યારે કેમિકલ દવાઓની કંપની આજે પણ પોતાની દવાના ટેક્નિકલ માટે 90% ચીન પર આધાર રાખવો પડે છે... જે જમીન, પર્યાવરણ અને માણસ બધાને માટે ઝેર સમાન છે.

આપણાં સૌની ફરજ છે કે આપણે સૌ એક કદમ સજીવ ખેતી તરફ વાળીએ... સાથે દેશના હિતોનું રક્ષણ થાય એવા કાર્યો કરીએ જેથી દેશ એક નવી દિશા તરફ આગળ વધે...

 

મિત્રો, મારી આ વાત તમારા દિલને ગમી હોય તો દરેક ગ્રુપમાં દિલથી શેર કરશો... જેથી દરેક લોકોની પાસે અવાજ પહોંચે...

 

જય જવાન જય કિસાન

ડો. પલકેશ પટેલ

સંબંધિત બ્લોગ્સ

Buying The Best Organic Fertilizer for Tomato Plants for A Higher Yield
13 August 2026 દ્વારા Dr. Palkesh Patel ચાલુ
Plant Growth Regulators: Types, Benefits, Uses & Best PGR for Better Crop Yield
12 August 2026 દ્વારા Dr. Palkesh Patel ચાલુ
Buy the Best Organic Fertilizer for Rice Farming in India: Complete Paddy Guide
08 August 2026 દ્વારા Dr. Palkesh Patel ચાલુ