ચોમાસામાં મગની જૈવિક ખેતી: ઓછા ખર્ચે બમ્પર ઉત્પાદન અને કમાણીની પ્રાયોગિક માર્ગદર્શિકા

ચોમાસામાં મગની જૈવિક ખેતી: ઓછા ખર્ચે બમ્પર ઉત્પાદન અને કમાણીની પ્રાયોગિક માર્ગદર્શિકા

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ આપણા ખેડૂત ભાઈઓ કયો પાક વાવવો તેની ગણતરીઓ કરવા માંડે છે. જો તમે ઓછા સમયમાં, ઓછા પાણીએ અને મર્યાદિત ખર્ચમાં મોટો નફો આપતો પાક શોધતા હોવ, તો મગ એ બેસ્ટ ઓપ્શન છે.

આજે કેમિકલ ખાતરો અને દવાઓના આડેધડ વપરાશથી જમીન બગડી રહી છે અને ખેતી ખર્ચ આસમાને આંબી રહ્યો છે. આવા સમયે જો મગની ખેતી જૈવિક પદ્ધતિ (Organic Farming) થી કરવામાં આવે, તો ક્વોલિટી એટલી ઉત્તમ મળે છે કે બજારમાં તેના ભાવ પણ ધાર્યા કરતા ઉંચા ઉપજે છે. ચાલો સમજીએ કે આ ચોમાસે મગનું રેકોર્ડતોડ ઉત્પાદન કેવી રીતે મેળવવું.

જમીન અને હવામાન કેવું હોવું જોઈએ?

મગને બહુ લાડ-કોડની જરૂર નથી હોતી, પણ હા, એવા ખેતરમાં વાવેતર ન કરવું જ્યાં પાણી ભરાઈ રહેતું હોય. પાણી ભરાશે તો મૂળ કોહવાઈ જશે અને આખો પાક નિષ્ફળ જઈ શકે.

  • જમીન: સારા નિતારવાળી ગોરાડુ, મધ્યમ કાળી કે રેતાળ જમીન મગને બહુ માફક આવે છે.

  • હવામાન: જ્યારે તાપમાન 25 થી 35 ડિગ્રીની આસપાસ હોય ત્યારે છોડનો વિકાસ બહુ ઝડપી થાય છે. ચોમાસાનો પહેલો સારો વરસાદ પડી જાય એટલે વરાપ થતાં જ વાવણી કરી દેવી હિતાવહ છે.

વાવણીનો સાચો સમય અને રીત

મગમાં મોડું વાવેતર કરવાથી રોગ-જીવાતનો ઉપદ્રવ વધી જાય છે. એટલે સમયનું ખાસ ધ્યાન રાખવું.

  • ક્યારે વાવવું?: ગુજરાતમાં જૂન મહિનાના અંતથી લઈને જુલાઈના મધ્ય સુધીનો સમય વાવણી માટે સર્વશ્રેષ્ઠ ગણાય છે.

  • બીજનો દર: એક હેક્ટરે આશરે 12 થી 15 કિલો શુદ્ધ બીજ પૂરતું થઈ રહે છે.

  • અંતર: વાવણી કરતી વખતે બે ચાસ (લાઇન) વચ્ચે 30 સેમી અને બે છોડ વચ્ચે 10 સેમી જેવું અંતર રાખવું, જેથી છોડને પૂરતી હવા અને સૂર્યપ્રકાશ મળી રહે.

💡 ખેડૂત મિત્રો માટે ખાસ ટીપ: વાવણી કરતા પહેલાં બીજને રાઇઝોબિયમ કે પીએસબી (PSB) બાયોફર્ટિલાઇઝરનો પટ (બીજ માવજત) ચોક્કસ આપો. આનાથી અંકુરણ બહુ સારું થશે અને છોડની રોગપ્રતિકારક શક્તિ શરૂઆતથી જ મજબૂત બનશે.

કેમિકલ છોડો, જૈવિક અપનાવો: પોષણ વ્યવસ્થાપન

મગ પોતે જ કઠોળ પાક હોવાથી હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં સ્થિર કરે છે, એટલે તેને બહારથી વધુ નાઇટ્રોજન આપવાની જરૂર નથી પડતી. છતાં, જોરદાર ફૂલ-બેસણ અને મોટી શીંગો મેળવવા દેશી ખાતરનો ઓવરડોઝ આપવો જરૂરી છે.

  1. પાયાનું ખાતર: ખેતર તૈયાર કરતી વખતે જ વીઘા દીઠ સારું કોહવાયેલું દેશી છાણિયું ખાતર અથવા ગાડું ભરીને વર્મીકમ્પોસ્ટ (અળસિયાનું ખાતર) જમીનમાં ભેળવી દો. આ બધા પોષક તત્વો અને છોડને જોઈતા બીજા જરૂરી તત્વો ડો. ભૂ સમૃદ્ધિ પ્રોડક્ટમાં પહેલેથી જ હોય છે, એટલે બીજી કોઈ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી — બસ આ એક ખાતર વાપરો અને નિરાંતે ખેતી કરો.

  2. જમીન સજીવન: રાસાયણિક ખાતરો બંધ કરવાથી જમીનમાં રહેલા અળસિયા અને ફાયદાકારક બેક્ટેરિયા ફરી જીવતા થાય છે, જે માટીને પોચી અને ફળદ્રુપ બનાવે છે.

નીંદણ: પાકનો અસલી દુશ્મન

વાવણી પછીના પહેલા 30 થી 40 દિવસ મગ માટે બહુ કટોકટીના હોય છે. જો આ સમયે ખેતરમાં ખડ (નીંદણ) વધી જશે, તો તે જમીનનું બધું પોષણ ખેંચી લેશે અને મગના છોડ નબળા પડી જશે.

  • ઉકેલ: મગમાં કોઈ કેમિકલ દવા છાંટવાને બદલે 20-25 દિવસે એકવાર હાથથી નીંદામણ અથવા આંતરખેડ (કરબડી ચલાવવી) કરી લેવી. જરૂર જણાય તો 40 દિવસે બીજું નીંદામણ કરવું. ખેતર જેટલું ચોખ્ખું હશે, પાક એટલો જ લહેરાશે.

રોગ અને જીવાતનું દેશી જુગાડથી જૈવિક નિયંત્રણ

જૈવિક ખેતીમાં આપણે ઝેરી રસાયણો નથી વાપરવાના, પણ પ્રકૃતિના નિયમોનો ઉપયોગ કરીને જીવાતોને ભગાડવાની છે.

1. સફેદ માખી અને થ્રિપ્સ (ચૂસિયા જીવાતો) Neemkarsh product

આ નાની જીવાતો પાંદડામાંથી રસ ચૂસે છે અને છોડને પીળો પાડી દે છે. ખાસ કરીને સફેદ માખી 'પીળો મોઝેક વાયરસ' ફેલાવે છે, જે આખા પાકને બરબાદ કરી શકે છે.

  • જૈવિક ઈલાજ: ખેતરમાં વીઘા દીઠ ડો. વેજ-ગાર્ડ સ્ટીકી ટ્રેપ (ચીકણા ચોસલા) લગાવો. જીવાતો તેના તરફ આકર્ષાઈને ચોંટી જશે. આ સિવાય ડૉ. નિમકર્ષ વાપરો — જે લીમડા આધારિત છે અને જે ખાસ કરીને હાનિકારક જીવાતોના હુમલાની વિશાળ શ્રેણીમાંથી મૂલ્યવાન પાકને બચાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.. દર ૧૫-૧૫ દિવસના અંતરે છંટકાવ કરવાથી પાકને જીવાત અને ફૂગ બંનેથી સારી રીતે રક્ષણ મળે છે.

2. પાન ખાનારી ઈયળ

આ ઈયળો પાંદડામાં કાણાં પાડીને તેને ખાઈ જાય છે.

  • જૈવિક ઈલાજ: શરૂઆતના તબક્કે ઇયળો દેખાય તો હાથથી વીણીને નાશ કરવો. ખેતરમાં ફેરોમોન ટ્રેપ ગોઠવવાથી નર ફૂદાં પકડાઈ જાય છે અને ઈયળોનો વંશવેલો આગળ વધતો અટકે છે. Dr Bramhosh નામની જૈવિક દવાનો છંટકાવ પણ ઉત્તમ પરિણામ આપે છે.

3. પાવડરી મિલ્ડ્યુ (છારો રોગ)

આ રોગમાં પાંદડા પર સફેદ પાવડર જામી ગયો હોય તેવું દેખાય છે.

  • જૈવિક ઈલાજ: છારા રોગના નિયંત્રણ માટે ડૉ. ફંગસ્ટાર એક અસરકારક ઉપાય છે. ૧૫ લીટર પાણીમાં ૬૦ મિલી ડૉ. ફંગસ્ટાર મેળવીને છંટકાવ કરવાથી છારા રોગમાં મોટી રાહત થાય છે. 

મગની જૈવિક ખેતીના પાંચ અદભુત ફાયદા

  • ખર્ચ અડધો: મોંઘીદાટ કેમિકલ દવાઓ અને યુરિયા-ડીએપીનો ખર્ચ બચી જાય છે.

  • જમીનની સાચવણી: વર્ષો-વર્ષ જમીનની ભેજસંગ્રહ શક્તિ વધે છે.

  • પ્રીમિયમ ભાવ: ઓર્ગેનિક મગ હોવાથી બજારમાં કે ઓર્ગેનિક સ્ટોર્સમાં સામાન્ય મગ કરતા દોઢા ભાવ મળે છે.

  • સ્વાસ્થ્યપ્રદ પાક: ઝેરમુક્ત અનાજ પાકવાથી આપણા પરિવાર અને ગ્રાહકોનું સ્વાસ્થ્ય જળવાય છે.

ખેડૂતની ડાયરીમાંથી..

રાસાયણિક ખેતી પાછળ આંધળી દોટ મૂકવા કરતાં પ્રકૃતિ સાથે ચાલીને કરવામાં આવતી ખેતી હંમેશા લાંબા ગાળે ફાયદો કરાવે છે. મગ જેવા ટૂંકા ગાળાના પાકમાં જૈવિક પદ્ધતિ અજમાવવી ખૂબ જ સહેલી છે. જો યોગ્ય સમયે વાવણી, ખાતર વ્યવસ્થાપન અને લીમડાના અર્ક જેવા દેશી ઉપચારો સમયસર કરવામાં આવે, તો ચોમાસાની ઋતુમાં મગની ખેતી તમારા ઘરને સમૃદ્ધિથી ભરી દેવા માટે પૂરતી છે. આ ચોમાસે એક નવી શરૂઆત કરો અને ઓર્ગેનિક ફાર્મિંગ તરફ કદમ વધારો.

સંબંધિત બ્લોગ્સ

Buying The Best Organic Fertilizer for Tomato Plants for A Higher Yield
13 August 2026 દ્વારા Dr. Palkesh Patel ચાલુ
Plant Growth Regulators: Types, Benefits, Uses & Best PGR for Better Crop Yield
12 August 2026 દ્વારા Dr. Palkesh Patel ચાલુ
Buy the Best Organic Fertilizer for Rice Farming in India: Complete Paddy Guide
08 August 2026 દ્વારા Dr. Palkesh Patel ચાલુ