હિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે..

હિંદુ ધર્મમાં ગૌમાતા સાક્ષાત્ ભાગ્ય અને ભગવાન છે..

ભારતીય પરંપરાના (હિંદુ ધર્મમાં) ચાર પાયા ગીતા, ગંગા, ગાયત્રી મંત્ર અને ગાય (ગૌમાતા) છે. ગૌમૂત્ર કે છાણને પણ ગાયની દહીં, દૂધ, ઘીની સમકક્ષ દરજ્જો આપી અહીં ધાર્મિક રીતે પવિત્ર પંચગવ્ય ગણવામાં આવે છે. આપત્તિના સમયમાં પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કરેલું. ગાયના કાનમાંથી પસાર થઇ શિવનો જન્મ થયો. એટલે શિવને ગોકર્ણ કહેવાયા એવી કથા વાયુપુરાણ અને શિવપુરાણમાં છે.

ભાગવતકથા અનુસાર આત્મદેવ નામના બ્રાહ્મણ નિ:સંતાન હતો તેથી પુત્ર મેળવવા એક ચમત્કારિક ફળ ગાયને ખવડાવેલું. તેથી ગાયના કાન જેવા કાનવાળો પુત્ર જન્મ્યો એ ગોકર્ણ હતો. દક્ષિણ ભારતમાં એક ગોકર્ણ તીર્થ છે. ત્યાં પુરાણું શિવમંદિર છે. ત્યાં શિવ અને પરશુરામ આવી ગયેલા એવી પુરાણ કથા છે. એમ તો તીર્થ સમ્રાટ તિરુપતિવાળા બાલાજી ભગવાન જ્યારે ભૂલોકમાં છુપાયેલા હતા ત્યારે એક ગાયે તેમને પોતાના દૂધથી જીવાડેલા.

હિંદુ ધર્મમાં ગૌમાતા


હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી દેવ પૂજા કે યજ્ઞોમાં ગાયને પવિત્ર પશુ માનવામાં આવે છે. પાપી જીવને મૃત્યુ પછી નડતી ”વૈતરણી નદી‘‘ પાર કરવા ગાયના પૂંછડાંની જરૂર પડે છે. બ્રહ્માએ સૃષ્ટિ સર્જન કરતી વખતે બ્રાહ્મણ અને ગાયને સાથે પેદા કરેલા એથી ગાયમાં દેવતાઓનો વાસ છે એમ મનાય છે. દેવોની ગાય દેવગવી સુરિભની પુત્રી નંદિની વસિષ્ઠ ઋષિની હોમ ધેનુ હતી.

ગાય માટે વપરાતો ગો શબ્દ પરોઢનાં ઉષા કિરણો માટે વપરાય છે.  વેદોમાં ગાયનો ઉલ્લેખ છે પણ ભેંસ કે બકરીનો નહીં.મહાભારતમાં કથા છે દેવોના વૈદ્ય અશ્વિનકુમારે ગાયના દૂધથી ચ્યવન ઋષિને તેની પત્ની સુકન્યાની વિનંતીથી યુવાન બનાવી દીધેલા.

ગાય ચોપગું પ્રાણી નહીં, પણ સાક્ષાત ભાગ્ય અને ભગવાન છે. પૂજ્ય એવા ઇન્દ્રનું બીજું રૂપ છે. એ દુર્બળને હ્રષ્ટપુષ્ટ કરે છે. નિર્બળને બળ આપે છે. નિસ્તેજને સુંદર બનાવે છે. ઘરની ગામની શોભા વધારે છે. જ્યાં ગાયનો વાસ છે ત્યાં અઘટિત ઘટનાઓ બનતી નથી. ગાયનાં દૂધ  ઘી વેચવાનું કર્મ હલકું છે ત્યાં એના ઘાતનો વિચાર માત્ર ત્યાજ્ય છે.

ગૌધન વૃદ્ધિનું પ્રતીક છે. એના થકી પરોપકારની ભાવના કેળવો, ગોચરમાં રુદ્ર અને ત્વષ્ટા ગાયોનું રક્ષણ કરો. આ સૂચન અથર્વવેદમાં જણાવેલ છે. કાંકાચન ઋષિએ ગાયને મધુરી કહી છે. અને વાછરડાં વાછરડીને દૂધ પાવામાં મન જોડો એમ જણાવેલ છે. એ પવિત્ર કામ છે. ઉપરિ બભ્રુ ઋષિ, સવિતા ઋષિ અને કશ્યપ ઋષિએ ગાયોની સ્તુતિ કરી છે. ગાયને સહસ્ત્રધારા કલ્યાણી કહી છે. ગોદાન અને ગોરક્ષણને લગભગ ફરજિયાત કહ્યું છે.

હિંદુ ધર્મમાં પ્રાચીન કાળથી દેવ પૂજા કે યજ્ઞોમાં ગાયને (ગૌમાતા) પવિત્ર પશુ માનવામાં આવે છે. પાપી જીવને મૃત્યુ પછી નડતી ”વૈતરણી નદી‘‘ પાર કરવા ગાયના પૂંછડાંની જરૂર પડે છે. બ્રહ્માએ સૃષ્ટિસર્જન કરતી વખતે બ્રાહ્મણ અને ગાયને સાથે પેદા કરેલા એથી ગાયમાં દેવતાઓનો વાસ છે એમ મનાય છે. ગાય સર્વાધિક આજ્ઞાપાલક, શાંત અને ખેતીમાં ઉપયોગી પાલતું પશુ છે. આ રીતે તેનો ઋણ સ્વીકાર છે.

Related blogs