મગફળી પીળી પડતી અટકાવવા માટે અપનાવો આ ટેક્નિક

મગફળી પીળી પડતી અટકાવવા માટે અપનાવો આ ટેક્નિક

ખેડૂત મિત્રો,મગફળી પીળી પડતી અટકાવવા પીળી પડવા પાછળના કારણો જાણવા જરૂરી છે. મગફળી પીળી પડવાના અલગ અલગ કારણો હોઈ શકે છે જે તમે જોઈ શકો છો.

મગફળી પીળી પડતી અટકાવવા માટે
જૈવિક દવા ના પ્રયોગ થી મેળવેલા પરીણામો

૧. સૌથી અગત્યની બાબત છે કે પોષક તત્વો નો અભાવ 
૨. જમીન ની ફળદ્રુપતા ઓછો હોવાને કારણે પૂરતા લભ્ય તત્વો છોડ ને મળતા નથી.
૩. છોડ ને ખોરાક બનાવવાની ક્રિયા માટે પૂરતો ભેજ હોવો જરૂરી છે. જમીન ભેજ ઓછો હોવાને કારણે છોડ ની દેહધાર્મિક ક્રિયા માં વિક્ષેપ થવાને કારણે છોડ પૂરતો ખોરાક ન લઇ શકવાના કારણે પણ પીળી પડે છે.
૪. જમીન માં ઢાળ વાળા ભાગે  પાણી ભરાઈ રહેતું હોય તે અવસ્થામાં માં પણ પીળી રહેતી હોય છે.
૫. રેતાળ વાળી જમીન માં કે જ્યાં ગૌણ તત્વો જેવા કે સલ્ફર અને સૂક્ષ્મ પોષક તત્વો જેવા કે ઝીંક ની ઉણપ ના કારણે પણ પીળી પડતી હોય છે .

મગફળી પીળી પડતી અટકાવવા ના ઉપાયો.


૧. જો વાવણી પછી  વરસાદ ખેંચાય એવી પરિસ્થતિ માં છોડ ને પંપ દ્વારા સ્પ્રે કરીને ભેજ આપવો જરૂરી છે.
૨. આવી પરિસ્થતિ માં જરૂરિયાત વગરના રાસાણિક ખાતરો આપવાના ટાળવા જોઈએ.
૩. છોડ ને શરૂવાત ની અવસ્થાએ થી જ સંપૂર્ણ ખોરાક એટલે કે તમામ ૧૪ તત્વો મળી રહે એ પ્રકારનો ખોરાક આપવો જોઈએ.
૪. જયારે જમીન માં ભેજ ઓછો હોય અને તાપમાન ઊંચું હોય એ અરસામાં કાળી ફૂગ વધુ ડેવલોપ થાય છે. ત્યારે ફૂગ અને પોષણ નું નિયત્રંણ થવું જરુરી છે . આના માટે ડો યુનિટેક ૧૫ લીટર પંપ માં ૬૦ મિલી અને ડો ફંગસ્ટાર ૧૫ લીટર પંપ માં ૬૦ મિલી બંને દવા નો ભેગો ઉપયોગ ૧૫ થી ૨૦ દિવસ ના અંતરે છટકાવ કરવાથી છોડ ની દેહધાર્મિક ક્રિયા માં પણ ફાયદો કરે છે. સાથે સાથે છોડ ને પૂરતું પોષણ આપી વૃદ્ધિ અને વિકાસ માં સહાયક બને છે અને ફુગનું પણ અસરકારક નિયત્રંણ કરે છે  .

મગફળી પીળી પડતી અટકાવવા માટે
જૈવિક દવાના ઉપયોગ થી મળતાં પરિણામો દ્વારા ખાતરી થશે કે જૈવિક દવા ફક્ત આપણા પાક માટે જ નહિ પરંતુ જમીન માટે પણ ફાયદાકારક છે.
Single words Multiple words Two parts
accordingly above all both … and
additionally after all if … then
afterward after that not only … but also
afterwards all in all neither … nor

Related blogs